મોરબીના મીઠાઈવાળા, હળવદના મીઠા ઉત્પાદક સહિત 11 આસમીઓને દંડ ફટકારતું ફૂડ એન્ડ ડ્રગ્સ

- text


નમકીન, સોલ્ટ, પનીર, ગોળ, હીંગ, પેકેજ ડ્રીંકીંગ વોટર ફૂડ એન્ડ ડ્રગ કચેરીની ઝપટે

મોરબી : મોરબી ફૂડ એન્ડ ડ્રગ કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાંથી લેવામાં આવેલ વિવિધ નમૂનાઓ ફેઈલ થતા કાનૂની કેસ કરવામાં આવનાર છે સાથે જ પેકીંગ ખાદ્ય પદાર્થમાં બેચ નંબર સહિતની વિગતો ન આપનાર 11 આસમીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂપિયા 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં મોરબીના પ્રખ્યાત મીઠાઈ વાળા અને હળવદના મીઠા ઉત્પાદકોનો સમાવેશ થાય છે.

ખોરાક અને ઔષધ નીયમન તંત્ર મોરબી દ્વારા છેલ્લા 6 મહીનામાં દુધની બનાવટના 4 નમુના, નમકીનના 21 નમુના, તેલના 11 નમૂના, અનાજ કઠોડના 6 નમુના, બેકરી પ્રોડક્ટના 5 નમુના, મસાલાના 20 નમુના, તૈયાર ખોરાકના 13 નમુના, પીપરમેન્ટના 7 નમુના, મિઠાઈના 7 નમુના, આઈસક્રીમના 5 નમુના, પનીરના 4 નમુના, પેકેજ ડ્રીંકીંગ વોટરના 4 નમુના, ઘીના 7 નમુના, કેરીના રસના 3 નમુના એમ દરેક કેટેગરીને અનુરૂપ નમુનાની કામગીરી કરેલ છે, તે પૈકી પનીર, મસાલા, ચટણી, ઘી અને કેરીનો રસના નમુનામાં ભેળસેળ જોવા મળેલ હતી જેના પર કાયદાકીય કાર્યવાહી કરવામા આવનાર છે.

- text

વધુમાં ફૂડ એન્ડ ડ્રગ કચેરી દ્વારા મોરબીના ગાંડુભાઈ મીઠાઈ વાળા, હળવદના આયોડાઈઝ મીઠા ઉત્પાદક ટાઇગર, નમસ્કાર અને તાજા બ્રાન્ડ મીઠાના ઉત્પાદકો, રાજકોટની કાશ્મીર ટૂટીફૂટી, સાગર ડેરી, પનીર, વાંકાનેર, કુળદેવી એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી હિંગ વડોદરા, અને એકવા ડી તેમજ ડબ્લ્યુ લાઈટ પેકેજડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદકોને રૂપિયા 3 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

- text