હળવદના કેદારીયા નજીક હોટલ પાછળથી 7 બોટલ દારૂ ઝડપાયો

- text


હળવદ : હળવદ – માળીયા હાઇવે ઉપર કેદારીયા ગામ નજીક આવેલ ગોકુલ હોટલ પાછળ વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી ઓફિસર ચોઇસ બ્રાન્ડ વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 2100 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન દારૂ છુપાવનાર આરોપી વિષ્ણુભાઈ સુંદરજીભાઈ સિહોરા પોલીસને હાથ ન આવતા પોલીસે વિષ્ણુભાઈને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text