મોરબીના લાલપર ગામે પાના ટીચતા આઠ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બાબુભાઇ પોપટભાઇ ગેડીયા, રાહુલભાઇ ધીરજભાઇ લખતરીયા, રવિભાઇ ધીરજલાલ લખતરીયા, જીલભાઇ મફતલાલ પટેલ, માનસીંગભાઇ ગાંડુંભાઇ કાલરીયા, અસરફભાઇ ઉર્ફે રઘુ લાલખાન ખાન, રાહુલભાઇ બાબુલાલ ચૈાહાણ અને ગુરુમુખસિંગ ચિમનસિંગ સિંગને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 36,450 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text