બેલા રોડ ઉપર કલાકોના ટ્રાફિકજામથી રાહદારીઓ પરેશાન

- text


એસટી બસ સહિતના વાહનો રોગ સાઈડમાં ઘુસી જતા ટ્રાફિકજામ થયો

મોરબી : મોરબીના બેલા રોડ ઉપર કલાકોથી ટ્રાફિકજામ સર્જાયો હતો. તેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા. જો કે એક એસટી બસના ચાલકે જલ્દીથી નીકળવાની લ્હાયમાં રોગ સાઈડમાં ઘુસી જતા ટ્રાફિકજામ થયો હતો.

મોરબીના પીપળી રોડ, જેતપર રોડ ઉપર આજે સવારથી ટ્રાફિકજામ છે. જેતપર રોડ ઉપર કામ ચાલુ હોય અને એક જ રોડ ખુલ્લો હોય ઉપરથી હજારો વાહનોની અવરજવરને લીધે ટ્રાફિકજામ થયો હતો. જ્યારે આ રોડથી આગળ બેલા ગામ નજીક બેલા રોડ ઉપર પણ બપોર પછી ટ્રાફિકજામ થયો હતો. આ અંગે ત્યાંથી વાહન લઈને નીકળેલા જીતુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એક એસટી બસ ચાલકે જલ્દી નીકળવા માટે રોગ સાઈડમાં ઘુસી જતા ટ્રાફિકજામ થયો હતો. વાહનોના થપ્પા લાગી ગયા હતા. આથી અનેક વાહન ચાલકો હેરાન થયા હતા અને કલાકો સુધી ટ્રાફિકજામ થયા બાદ ફસાયેલી એસટી બસ માંડ માંડ નીકળતા હવે ધીમી ગતિએ વાહન વ્યવહાર શરૂ થયો હોવાનું જણાવ્યું હતું.

- text

- text