પાલિકા નાદાર ! મોરબીમાં લોકોએ કાદવ કિચડથી બચવા સ્વખર્ચે ભરતી નંખાવી

- text


વાવડી રોડની સોસાયટીઓમાં ચાલીને પણ ન જવાય તે હદે ગારા કીચડના થર જામતા લોકોએ ફાળો કરીને ભરતી ભરી, તો પણ રોડ ચાલવા યોગ્ય ન બન્યો

મોરબી : મોરબીમાં પાલિકા તંત્રએ નાદારી નોંધાવી હોય તેવી સ્થિતિમાં વાવડી રોડની સોસાયટીની અંદર વાહન તો ઠીક ચાલીને પણ જવાય એ હદે વરસાદી પાણી ભરાયેલા અને ગારા કિચડના થર જામ્યા છે. સોસાયટીના લોકોએ ફાળો કરીને ભરતી ભરી છે. જો કે તો પણ રોડ ચાલવા યોગ્ય બન્યો નથી.

મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર અંદર, ન્યુ શ્રધ્ધાપાર્ક , સોસાયટીમાં વરસાદના લીધે ગારા કીચડ અને પાણી ભરાયેલા હોવાથી સ્થાનીક લોકોને વાહન કે ચાલીને અંદર જવાતું નથી. આથી સોસાયટીના લોકોએ ઘર દીઠ ૫૦૦ રુપિયા ઉધરાવીને આજ રોજ ભરતી નખાવી છે તો એ પણ બેસી જાય છે. આથી બાળકોને સ્કૂલ મુકવા માટે વાહન આવતા નથી. જુદી જુદી શેરીના લોકો પણ રૂ. ૫૦૦ કે ૭૦૦ ઘર દીઠ આપીને ભરતી ભરાવી છે તેમ છતા પણ ચલાય એવી સ્થિતિ જ રહી નથી. આથી તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી સોસાયટીના લોકોએ માંગ કરી છે.

- text

- text