મોરબીમાં લાપતા થયેલા બે કિશોરોના પાણીના ખાડામાંથી મૃતદેહ મળ્યા 

- text


ગઈકાલના ગુમ થયા હોય પરિવારે શોધખોળ હાથ ધરી હતી, રેલવે સ્ટેશન પાછળ પાણીમાં એક ડેડબોડી દેખાતા ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મોરબી : મોરબીમાં લાપતા બનેલા બે કિશોરોના રેલવે સ્ટેશન પાછળ પાણીના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા છે.જો કે બન્ને કિશોરો ગઈકાલના ગુમ થયા હતા. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ બૌદ્ધનગરમાં પાણી ભરેલા ખાડામાં સાહિલ સંજયભાઈ શેખાણી ઉ.વ.17 અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકિયાઉ.વ.14 રહે. બન્ને, ધોળેશ્વર, વિશિપરાવાળાના મૃતદેહ મળ્યા છે. આ અંગે આજે સાંજના સમયે ફાયર ટીમને જાણ થતાં તેઓએ સર્ચ ઓપરેશન ચલાવી એકાદ કલાકની જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

- text

આ બન્ને કિશોરો ગઈકાલે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ જોવા ગયા હતા. ત્યાં દેખાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. ત્યારબાદથી ગુમ થયા હોય પરિવારે શોધખોળ ચલાવી હતી. જો કે રેલવે સ્ટેશન પાછળ તેમનું બાઇક મળી આવ્યું હતું. ઉપરાંત પાણી ભરેલા ખાડામાં એક મૃતદેહ દેખાતો હતો. જેથી ફાયર વિભાગને જાણ કરાઈ જતી. જેને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવી એક કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં બીજા કિશોરનું સર્ચ ઓપરેશન હાથ ધરતા તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. હાલ બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ટીમ ચલાવી રહી છે.

- text