બસ સ્ટેન્ડ છે કે ગંદકીવાડો…! જુના બસ સ્ટેન્ડમાં મુસાફરો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીનું જુનું બસ સ્ટેન્ડ જાણે ગંદકીવાડો બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ બસ સ્ટેન્ડમાં વરસાદ આવે એટલે કિચડનું સામ્રાજ્ય ફેલાઈ જાય, તેવામાં ઉપરથી બસ સ્ટેન્ડમાં બેફામ ગંદકી પણ મુસાફરોને દુર્ગંધથી ત્રસ્ત કરી મૂકે છે. ઉપરાંત અહીં કચરાના ઢગલા પડ્યા હોય, રઝળતા ઢોર પણ મોટા પ્રમાણમાં આવે છે. ત્યારે એસટી તંત્ર અને પાલિકા સંયુક્ત રીતે જુના બસ સ્ટેન્ડમાં તાકીદે કામગીરી કરે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

- text

- text