ટેન્કર પલ્ટી જતા જ્વલનશીલ કેમિકલ રસ્તા ઉપર ઢોળાયું

- text


મોરબીના ટીંબડીના પાટિયા પાસે બનેલી ઘટનામાં ફાયર બ્રિગેડ તત્કાળ કેમિકલ ઉપર પાણીનો મારો ચલાવીને દુર્ઘટના અટકાવી

મોરબી : મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે એક જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા રોડ ઉપર કેમિકલ ઢોળાયું હતું. આથી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે જ્વલનશીલ કેમિકલ ઉપર પાણીનો મારો ચાલવીને દુર્ઘટના અટકાવી હતી.

મોરબી ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારે મોરબી નજીક ટીંબડી પાટિયા પાસે કચ્છના ભચાઉ તરફ જઈ રહેલું એનિલિક નામના જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર ઓચિત પલ્ટી મારી ગયું હતું અને આ ખતરનાક જ્વલનશીલ કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું. આ કેમિકલ એટલું બધું જ્વલનશીલ અને ખતરનાક હોય છે કે નજીક જાવ તો લોકોને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડે અને શરીરને આ કેમિકલ ભારે અસર પહોંચાડે તેમ હતું.

આથી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી જઈને ઢોળાયેલા કેમિકલ ઉપર પાણીનો મારો ચલાવીને એની ગંધક મિટાવી દીધી હતી. ત્યારબાદ એ કંપનીના સ્ટાફે આવીને ટેન્કરનું લીકેજ સોલ્વ કરીને કેમિકલ ઢોળાતા અકટકાવ્યું હતું અને ટેન્કરનું શિફીટિંગ કરીને લઈ ગયા હતા.

- text

- text