મોરબીના ગાળા ગામના પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ 

- text


મોરબી : તાજેતરમાં જ ગાળા ગામના પુલનું ઉદઘાટન થયાને હજુ થોડો જ સમયગાળો વીત્યો છે ત્યાં આ પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ થતા જાગૃત નાગરિક દ્વારા પુલના બાંધકામ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

- text

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક બનાવવામાં આવેલ પુલમાંથી થોડા વરસાદમાં જ કોન્ક્રીટ નીકળવાનું શરૂ થયુ છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા સવાલો ઉઠાવતા જણાવાયું છે કે, હજી તો હમણાં જ ગળાં ગામના પુલ નું ઉદઘાટન થયું છે, અહી તો હજી ધોધમાર વરસાદ થયો નથી. ત્યાં જ નવા પુલ નું ચિત્ર સામે આવી ગયું છે, પાણી પાવાની કચાસ તો કઈ નાં શકાય કારણ કે પાણી તો ભરેલું જ હતું. તો પણ આવડા ખાડા થઈ ગયા કમાલ છે !!! આ કામ કરવાવાળાને અને નિરીક્ષણ કરવા વાળાની કમાલ છે ! એની દેકરેખ રાખવા વાળા સામે સવાલો ઉઠાવી જાગૃત નાગરિકે કહ્યું હતું કે, પુલ તો આવા બનતા જ રહેવાના અને તૂટતાં રહેવાના જનતાને તો બને બાજુથી પિલાવાનું જ છે. આમ જનતા ને જોયે રાખવાનું, અવાજ ઉઠાવો તો ગુનામાં ફિટ થઈ જાવ એ નક્કી છે. માટે જે જોવે સાંભળે છે એ થોડોક કુદરત નો ડર રાખી ને બધું કરે તો થોડુક ચાલશે નહિતર પછી થાળી નહિ વાગે તેવું કટાક્ષપૂર્વક જણાવ્યું હતું.

- text