પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં 2 વધારાના કોચ જોડવામાં આવશે

- text


મોરબી : પોરબંદર-દાદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં રેલવે વિભાગ દ્વારા 2 વધારાના કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

યાત્રિયોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 2 વધારાના કોચ જોડવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં ધસારાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસનો વધારાનો કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે. ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.08.2023 થી 31.08.2023 સુધી અને દાદર સ્ટેશનથી 03.08.2023 થી 02.09.2023 સુધી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે.

1278345107

- text