એસસી, એસટી સમુદાય ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં રોષપૂર્ણ રેલી

- text


સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન અપાયું

મોરબી : મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી અને એસટી સમુદાય ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં રોષપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી અને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન અપાયું છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચારના વિરોધમાં આજે મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા મોરબી નગરપાલિકા કચેરી ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પાંચ વર્ષના બાળકોથી માંડીને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા.આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ સામાકાંઠે આવેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને બાદમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે. 2015માં 38 હજાર બનાવ હતા. એમાંથી વધીને 2020માં 50 હજાર આસપાસ પહોંચી ગયા હોવાથી અત્યાચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

- text

- text