મોરબીના મહાદેવ મહેર સેવાધામ ખાતે 29મીથી શ્રીમદ ભાગવત કથા યોજાશે 

- text


મોરબી : મોરબીના રવાપર ખાતેના ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે આગામી તારીખ 29 જુલાઈ ને શનિવારથી શ્રીમદ ભાગવત પંચામૃત જ્ઞાન પારાયણ કથાનો પ્રારંભ થશે.

પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યાર શિવ ધૂન મંડળ દ્વારા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે તારીખ 29 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત પંચામૃત જ્ઞાન પારાયણ કથા યોજાશે. જેમાં કથાના વક્તા થોભણભાઈ પટેલ (નાનાભેલાવાળા) વ્યાસપીઠ પર બિરાજી દરરોજ બપોરે 3:30 થી સાંજે 6 કલાક સુધી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. પોથી યાત્રા 29 જુલાઈના રોજ બપોરે 3 કલાકે કષ્ટભંજન હનુમાનજીના મંદિરેથી પ્રસ્થાન થઈ કથા સ્થળે પહોંચશે. પોથી યાત્રા સાથે નકલંગ ધામ બગથળાના મહંત દામજી ભગતના સામૈયા પણ કરવામાં આવશે. આ કથાના આયોજનમાં શિવ ધૂન મંડળ પરિવાર, ક્રિષ્ના સ્કૂલની આજુબાજુની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોનો સાથ સહકાર મળી રહ્યો છે. તો આ કથાનું રસપાન કરવા સૌ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text