હળવદમાં વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા ઉપર દુષ્કર્મ 

- text


ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો

હળવદ : હળવદ પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સે પરિણીતા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ તુરંત કુકર્મ કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

હળવદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાડીએ રહીને ખેતમજૂરી કરતી પરિણીતાએ હળવદના ચરાડવા ગામે રહેતો આરોપી સુરેશભાઈ ઉર્ફે ચકો ગોરધનભાઈ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતા વાડીએ એકલી હોય ત્યારે આરોપીએ પરિણીતાના વાંધાજનક ફોટા પાડીને આ ફોટા પરિણીતાને બતાવી તાબે નહિ થાવ તો આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ તેણી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશભાઈ ઉર્ફે ચકો ગોરધનભાઈની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text