ટિકર અને કીડીના અગરિયાઓને ઘુડખર અભયારણ્યમાં સમાવવા સરકારમાં રજુઆત

- text


સર્વે અને સેટલમેન્ટ વખતે આ અગરિયાઓ નાનારણમાં મીઠું પકવવા ગયા હોય, તેઓની રજુઆત સાંભળ્યા વગર નિર્ણય લેવાયો, હવે તેઓને અભયારણ્યમાં સમાવવાની ગ્રામ પંચાયતોની માંગ

હળવદ : હળવદના ટિકર (રણ) અને કીડી ગામમાં વસતા અગરિયાઓને નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં આગામી સિઝનથી ન પ્રવેશવાની સૂચના મળતા બન્ને ગ્રામ પંચાયતોએ વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે અહીંના અગરિયા કચ્છના નાના રણમાં વર્ષનાં આઠ માસ માટે પરંપરાગત રીતે મીઠું પકવી આજીવિકા રળે છે. આ ગામમાં વસતા અગરિયા પરિવારો સપ્ટેમ્બર અંતમાં પરિવાર સાથે કચ્છના નાના રણમાં સ્થળાંતર કરે છે. આઠ મહિના સખત મહેનત કરી મીઠું પકવી તેમનું ગુજરાન ચલાવે છે અગરિયા પરિવારો પાસે આજીવિકાના બીજા વિકલ્પો ના હોવાના કારણે મીઠા ઉત્પાદન પર તેઓ નિર્ભર છે.

- text

કચ્છનું નાનુંરણ “ઘુડખર” અભયારણ જાહેર કર્યા પછી સર્વે-સેટલમેન્ટની પ્રક્રિયા સપ્ટેમ્બર ૧૯૯૭મા શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારા ગામમાં વસતા અગરીયા પરિવારો સ્થળાંતર કરી રણમાં ગયેલા હોવાથી તેમની રજૂઆત કરી શક્યાં ન હતા. વધુમાં કચ્છના તાબાને લાગતું કોઈપણ પ્રકારનું રેવન્યુ રેકર્ડ ગામના દફતરે ના હોવાથી અંગરિયાઓ પાસે પણ તેમના પરંપરાગત અધિકારો ના સમર્થનમાં કઈ દસ્તાવેજ રેક્ડ કે પુરાવા નથી. સર્વે અને સેટલમેન્ટની પ્રક્રિયામાં રજુઆત ના કરી શકાના લીધે અગરિયાઓ મંજૂર થયેલા કેસની યાદીમાં સમાવવાના રહી ગયા છે.

તાજેતરમાં “ઘુડખર અભયારણ્ય” ના અધિકારીઓ દ્વારા વિસ્તારવાર બેઠકો કરી મંજુર થયેલા કેસોની યાદી વાંચી જે અગરિયાઓનો યાદીમાં સમાવેશ થયો નથી. તેમને આગામી સિઝનથી રણમાં પ્રવેશવા દેવામાં નહિ આવે તેવું જણાવવામાં આવતાં અગરિયાઓમાં અસલામતી અને ચિંતા ફેલાઈ ગઈ છે.

આ તબક્કે આપને અમે અમારી પંચાયતની હદમાં વસતા પરંપરાગત અગરિયા પરિવાર વતી વિનંતી કરીએ છીએ કે, “ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં પેઢીથી પરંપરાગત રીતે વર્ષમાં આઠ માસ માટે પરિવાર સાથે સ્થળાંતર કરી મીઠું પકવતા અગરિયા પરિવારોના બાવડાના જોરે મીઠું પકવવાના અધિકારો સંદર્ભે લાગણી પૂર્વક વિચારણા કરી યાદીમાં સમાવેશ કરી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે.

- text