લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ વસ્તી દિવસ અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિવસ અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ડોર ટુ ડોર આયા બહેનો દ્વારા પોરાનાશક કામગીરી તેમજ વરસાદના પાણી ભરાયા હોય તેવા નકામા પાત્રો, તૂટેલા પાત્રો તેમજ ટાયરોનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે જૂથ ચર્ચાઓ તેમજ વિવિધ પધ્ધતિ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની સાથે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામ લોકોને કુંટુંબ કલ્યાણની વિવિધ પધ્ધતિઓ જેવી કે પુરુષો માટે નિરોધ, ચીર કે ટાંકા વગરની નસબંધી, સ્ત્રીઓ માટે કોપર ટી, છાયા, અંતરા ઈન્જેક્શન, વ્યંધિકરણ ઓપરેશન જેવી વિવિધ પધ્ધતિઓ વિશે લઘુ શિબિર, ગુરૂ શિબિર, જૂથ ચર્ચાઓ કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં લાલપર ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ વાસદળીયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યને સફળ બનાવવા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જીલ્લા મેલેરિયા અધિકારી ડો. દીપક બાવરવાના માર્ગદર્શન હેઠળ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. રાધિકાબેન વડાવીયા, સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ, ગીતાબેન ત્રિવેદી, અરવિંદભાઈ પરમાર સહીત તમામ સ્ટાફ, આશા બહેનો, ફેસેલેટર બહનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text