આવતીકાલે રાજકોટમાં પ્રોવિડન્ટ ફંડ પેન્શન વધારા સંદર્ભે મહાસંમેલન મળશે

- text


મોરબી : નેશનલ એજીટેશન કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક રાઉતના અધ્યક્ષ સ્થાને તા. 12 જુલાઈને બુધવારે સવારે 10 કલાકે સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે પ્રોવિડન્ટ ફંડ પેન્શન વધારાના સંદર્ભમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષો સુધી રાત-દિવસ ઉદ્યોગોને વિકાસ પંથે લઈ જઈ દેશ સેવા કરનાર શ્રમિક વયોવૃદ્ધ થતાં નિવૃત્ત થતાં કામદારોને પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ તરફથી માસીક રૂ. 800/-થી રૂ. 1000 પેન્શન મળે છે. આ પ્રોવિડન્ટ ફંડ પેન્શન વધારાના સંદર્ભમાં તા. 12 જુલાઈના સવારે 10 કલાકે સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઈ. પી. એસ-95 અધિવેશન મળી રહ્યું છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના પી. એફ. પેન્શન મેળવતા કામદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.

આ સંમેલનમાં મોરબી જિલ્લામાંથી અરૂણોદય મિલ, વિશાલદીપ મિલ, કે. ટી. મિલ્સ, પરશુરામ પોટરી, લાબેલ સનમાઈકા, નળીયા ઉદ્યોગ, સીરામીક ઉદ્યોગના કામદારોને સામેલ થવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે પ્રણવભાઈ દેસાઈ- 8160584391, ડી. ડી. સેવરા- 9265477952, દિલીપભાઈ ઠાકર- 9998160303, પ્રમોદભાઈ મહેતા- 922830000 નો સંપર્ક કરવાનો રહેશે. તેમ સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘના મંત્રી વિજયભાઈ ટીમ્બડીયાએ જણાવ્યું હતું.

- text

- text