મોરબીના લખધીરપુર રોડ નજીક હાઇવેના સર્વિસ રોડ પર જીવલેણ ગાબડા પડ્યા

- text


સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ

મોરબી : મોરબીના લખધીરપુર તરફના નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર જીવલેણ ગાબડા પડી ગયા છે. ખાસ કરીને આ સર્વિસ રોડના વણાંક ઉપર પડેલા ખાડાઓ જોખમી બની ગયા છે અને સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

મોરબીના લખધીરપુર તરફ જવાના નેશનલ હાઇવેના સર્વિસ રોડનું હાલમાં વરસાદમાં ધોવાણ થઈ ગયું છે. આ સર્વિસ રોડ ઉપર ખડે ખાડા પડી ગયા છે. તેમાંય અહિયાના સર્વિસ રોડ પરના વણાંકમાં એટલા બધા ખાડા પડી ગયા છે કે સારો માર્ગ દીવો લઈને શોધવા જવું પડે તેવી હાલત છે. હાલ વરસાદ પડતો હોય આ ખાડા ઉપર પાણી ભરાય રહેવાથી ખાડા ન દેખાતા વાહન ચાલકો ઉપર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. દર ચોમાસામાં હાઇવેના સર્વિસ રોડની પથારી ફરી જાય છે. પણ હાઇવે ઓથોરિટી આ સર્વિસ રોડની મરમત્ત કરવામાં ધ્યાન જ ન આપતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ જીવલેણ ગાબડા કોઈનો ભોગ લે તે પહેલાં હાઇવે ઓથોરિટી રોડને ચાલવા યોગ્ય બનાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text