રંગપર નજીક ધોવાઇ ગયેલ ડાયવર્ઝન તાબડતોબ ચાલુ

- text


મોરબી : મોરબી જેતપર હાઇવે ફોરલેનની કામગીરી હાલમાં ચાલુ છે ત્યારે રંગપર નજીક આવેલ નાલાનું ડાયવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાબડતોબ આ નાલાનું ડાયવર્ઝન રીપેર કરી વાહન વ્યવહારને પૂર્વવત કરાયો છે.

સિરામિક ઝોન જેતપર રોડને હાલમાં ચાર માર્ગીય બનવવા માટેની કામગીરીમા નાલા પુલિયાના કામ ચાલુ છે તેવામાં રંગપર નજીક પુલના કામ માટે કાઢવામાં આવેલ ડાયવર્ઝન ગઈકાલે ભારે વરસાદને કારણે ધોવાઈ જતા અહીં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. બીજી તરફ ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપરનું ડાયવર્ઝન ધોવાઈ જતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ તાબડતોબ યુદ્ધના ધોરણે માર્ગની મરામત કરાવી ફરી આ પુલ ચાલુ કરાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

- text

- text