મોરબીનો રોહિદાસપરા મેઈન રોડ ગંદા પાણીથી તરબતર

- text


મળ મૂત્ર સાથેના ગંદા પાણી ભરાયેલા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલો રોહિદાસપરા વિસ્તારનો મેઈન રોડ ગંદા પાણીમાં એટલો તરબોળ થઈ ગયો છે કે જાણે તળાવ ભરાયેલું હોય એ હદે પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મળ મૂત્ર સાથેના ગંદા પાણી ભરાયેલા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

મોરબીના વીસીપરા અંદર આવેલો રોહિદાસપરા મેઈન રોડ ઉપર રહેણાંક વિસ્તાર અને નવલખી પોર્ટની કચેરી આવેલી હોય આ મેઈન રોડ ઉપર છેલ્લા અઠવાડિયાથી સતત ગંદા પાણી ભરાયેલા રહે છે. પાણી એટલી હદે ભરાયેલા કે રોડ ક્યાંય દેખાતો નથી અને તલાવડાની માફક આખા રોડમાં ગટર અને વરસાદના પાણી ભરાયેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગટરનું પાણી ભરાવાથી રોડ ઉપર મળમૂત્રની ગંદકી છવાઈ ગઈ છે.આથી ભારે દુર્ગધ ફેલાય રહી હોવાથી રોગચાળાની ભીતિ સેવાય રહી છે. ગંદા પાણીમાં ચાંલવાથી લોકોને ખંજવાળ આવતી હોય તેમજ મચ્છરોનો ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને અનેક રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગંદા પાણીથી લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

- text

- text