લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

- text


મોરબી : ગત તારીખ 8 જુલાઈ ને શનિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નઝરબાગ, નઝરબાગ પ્લસ, લિયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમના હોદ્દેદારોએ શપથ લીધા હતા.

જેમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ તરીકે લા. પિયુષ સાણજા, સેક્રેટરી તરીકે લા. વિપુલ આદ્રોજા, ટ્રેઝરર તરીકે લા.દીપક મારવણીયા, નઝરબાગ પ્લસના પ્રમુખ તરીકે લા. જનક હીરાણી, સેક્રેટરી તરીકે લા. હિતેન્દ્ર ભાવસાર, ટ્રેઝરર તરીકે લા. રાકેશ કૃષનાની, લિયો ક્લબના પ્રમુખ તરીકે લિયો દીપ મણિયાર, સેક્રેટરી તરીકે લિયો વિજય ગોસ્વામી, ટ્રેઝરર લિયો તરીકે વિશાલ કારીયા સહિતના હોદ્દેદારોએ શપથ લીધા હતા. ઈન્સ્ટોલેશન ઓફિસર એમ.જે.એફ. લા. અભય શાહ દ્વિતિય વાઈસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર હતા.. ઈન્ડકશન ઓફિસર પ્રથમ વાઈસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર પી.એમ.જે એફ. રમેશભાઈ રૂપાલાએ નવા સભ્યોનું ઈન્ડક્શન કરાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે પીડીજી પીર.એમ.જે.એફ લા. ચંદ્રકાંતભાઈ દફતરી, આર.સી. ધર્મવીર જાડેજા, ઝોન 3 ચેરમેન લા. ડો. પ્રેયસ પંડ્યા, ઝોન 4 ચેરમેન લા. દિપક પ્રજાપતિ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ લા. રાજેશ સરડવા, લા. વીરેન્દ્ર પાટડીયા, લા. સમીર ગાંધી, લા. તુષાર દફ્તરી, લા. રવિન્દરભાઈ ભટ્ટ, લા. દિનેશ વિડજા, લા. જયદીપ બારા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text