માળીયાના વવાણીયા સેજામાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

- text


માળિયા : માળીયા (મી) આઈ.સી.ડી.એસ શાખા અંતર્ગત વર્ષ-2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે માળીયા ઘટકમાં વવાણીયા સેજામાં વવાણીયા અને મોટા દહીંસરા ગામની આંગણવાડીમાં મિલેટ સંપર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 10 આંગણવાડી કાર્યકર અને હેલ્પર અને લાભાર્થી હાજર રહ્યા હતા. અને મિલેટમાંથી અલગ અલગ 20 વાનગીઓ બનાવામાં આવી હતી. આ પ્રોગામમાં મોટા દહીંસરાના સરપંચ જસાભાઈ ડાંગર અને સી.ડી.પી.ઓ (ઈન ચાર્જ ઉષાબેન ભીમાણી અને બ્લોક કોં. ઓડીનેતર જાડેજા દિલીપસિંહ અને સાંકળિયા પ્રવીણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text