મોરબીના સામાકાંઠાના જીવરાજ પાર્કમાં ગટર ઉભરાતા રોગચાળાની દહેશત

- text


જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ, તલાટી મંત્રી, ટીડીઓને રજુઆત કરવા છતાં ગટરની ગંદકીની સમસ્યા ન ઉકેલાતા અંતે જિલ્લા કલેક્ટરને રજુઆત

મોરબી :મોરબીના સામાકાંઠાના જીવરાજ પાર્કમાં ગટર ઉભરાતા ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને ગટરની ગંદકીથી રહીશોને આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ, તલાટી મંત્રી, ટીડીઓને રજુઆત કરવા છતાં ગટરની ગંદકીની સમસ્યા ન ઉકેલાતા અંતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાકાંઠાના જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, જવાહર અને ભડિયાદ ગ્રામ પંચાયતમાં આવતી જવાહર અને જીવરાજ પાર્ક સોસાયટીમાં છેલ્લા 20-25 દિવસથી ગટર ઉભરાય છે. ગટરની ગંદકી ઉભરાતા રોગચાળાની ભીતિ સેવાય છે. એક બાજુ વરસાદ અને બીજી તરફ ગટરના ગંદા પાણી ભરાવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે આ ગટરની સમસ્યા ઉકેલવા અગાય જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ, તલાટી મંત્રી, ટીડીઓને રજુઆત કરી હતી. પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને આ વિસ્તાર અનુસૂચિત જાતિનો હોવાથી ભેદભાવ રખાતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આથી ગટરની સમસ્યા ગંભીર બની ગઈ હોવાથી અંતે કલેક્ટર રજુઆત કરીને આ ગટરનો પ્રશ્ન હલ કરાવવાની માંગ કરી છે અને 24 કલાકમાં આ સમસ્યાનો હલ નહિ આવે તો રહીશોને જાતે જ સફાઈ કામદારોને ગટરની ઉતરાવીને સફાઈ કરવાની ફરજ પડશે. તેમ કરવા જતાં જો કોઈ અઘટિત ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવ્યું છે.

- text

- text