મોરબી હાઇવે ઉપર ટીબંડી પાટિયા સુધી ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબી નજીક સોનેરા સીરામીકથી ટીબંડીના પાટિયા સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે અને ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

મોરબી હાઇવે નજીક આવેલા સોનેરા સીરામીકથી ટીબંડીના પાટિયા સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. આથી રોડ ઉપર વાહનોની મસમોટી કતારો લાગી ગઈ છે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ટ્રાફિકજામથી મોટી સંખ્યામાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે અને વાહન ચાલકો ખાસો સમયથી ટ્રાફિકજામમાં ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી છે. તેથી ટ્રાફિક પોલીસ ટ્રાફિકજામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવર્ત કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text