અમે.. કચરો ઉપાડશું અને ઢોરશું પણ ! મોરબી પાલિકાના ખુલ્લા ટેક્ટરમાંથી રસ્તા ઉપર ઠલવાતો કચરો

- text


કચરો ભરીને નીકળેલા ટ્રેકટરમાંથી રસ્તા ઉપર ગંદકીના થર પડતા હોવાનો વીડિયો વાયરલ

મોરબી : મોરબીમાં ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા હોવાની વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા કચરો ઉપાડવામાં વેઠ કરાતી હોવાની બેદરકારી સામે આવી છે. જેમાં શહેરમાંથી કચરો ભરીને રોડ ઉપર પસાર થતું ટ્રેકટરનો પાછળનો ભાગ જાણે જાણી જોઈને ખુલ્લો રાખ્યો હોય તેમ આ ટ્રેકટરમાંથી કચરો ઠલવાતો હોવાથી શહેરમાંથી ઉપાડેલી ગંદકીના થર શહેરમાં ઠલવાઇ જતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

- text

મોરબીમાં એક જાગૃત નાગરિકે નગરપાલિકાના સફાઈ વિભાગના માણસોની ગંભીર બેદરકારીના પુરાવા રૂપે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપની દેખાઈ રહ્યું છે કે, નગરપાલિકાનું એક ટ્રેકટર શહેરમાંથી કચરો ઉપાડીને ડંપીગ સ્ટેશને ઠાલવવા જઈ રહ્યું છે. આ ટ્રેકટરનો પાછળનો ભાગ ખુલ્લો હોવાથી જેમ જેમ પુરઝડપે શહેરમાંથી આ કચરો ભરેલુ ટ્રેકટર પસાર થાય છે તેમ તેમ ટ્રેકટરના પાછળના ખુલ્લા ભાગેથી કચરો રોડ ઉપર પડતો જાય છે. આવી રીતે મોટાભાગની ગંદકી રોડ ઉપર ઠલવાઈ જાય છે. જો કે આ ટ્રેકટરના પાછળનો ભાગ જાણી જોઈને ખુલ્લો રાખ્યો છે કે શરતચુકથી રહી ગયો તે બાબત તપાસનો વિષય છે. પણ જે રીતે કચરો ઠલવાઇ રહ્યો છે. તે જોતા ટ્રેકટર ચાલક આ વાતથી બેખબર હોય એવું લાગતું નથી. જો કે નગરપાલિકાના કચરા કલેક્શનના વાહનો મોટાભાગના ખુલ્લા જ હોય છે. એટલે શહેરમાંથી એકઠી કરેલી ગંદકી શહેરમાં જ ફરી ખડકાય જાય છે. આવી રીતે કચરા કલેક્શનમાં મોટી બેદરકારી સામે આવ્યા બાદ તંત્ર જાગશે ખરું ?

- text