મોરબીને કચરા મુક્ત કરવા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાને આવેદન અપાયું

- text


મોરબી : મોરબી નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોય આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી આમ આદમી પાર્ટીની ટીમના જણાવ્યા પ્રમાણે સાફ-સફાઈ અને ગંદકીને લઈને અનેક વખત તેઓને નાગરિકો તરફથી રજૂઆતો મળે છે. મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા થઈ ગયા હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું છે. ગંદકીના કારણે ચોમાસાના સમયમાં રોગચાળો થાય છે અને ડેન્ગ્યુ જેવા રોગ પણ થાય છે. ત્યારે પાલિકાની હદમાં આવતા તમામ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ તે માટેના પગલાં ભરવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ હતી.

- text

- text