મોરબી જિલ્લામાં 223 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ 

- text


સિરામિક અને કેમિકલ ટ્રેડર્સની સંડોવણીને પગલે તપાસનો ધમધમાટ 

મોરબી : મોરબી સહીત રાજ્ય ભરમાં ટેક્સ ક્રેડિટનો લાભ મેળવવા થતા બોગસ બિલિંગ કાંડમાં મોરબી જિલ્લામાં સિરામિક અને કેમિકલ ટ્રેડર્સ દ્વારા 223 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા હાલમાં 462 વેપારીઓને નોટિસ ફટકારી તપાસ શરૂ કરવામાં આવી છે.

દૈનિક અખબાર ગુજરાત સમાચારના અહેવાલ મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા મહિનાઓમાં ટેક્સ ક્રેડિટનો લાભ લેવાના આશયથી રૂપિયા 223 કરોડનું બોગસ બિલિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ કૌભાંડને પગલે તપાસ શરૂ થઇ છે અને 100 જેટલી પેઢીઓ હવામાં અધ્ધરતાલ હોવાનું સામે આવ્યું છે ઉપરાંત 462 વેપારીઓને નોટિસો પણ ફટકારવામાં આવી છે.

- text

વધુમાં માલનું બીજાને વેચાણ થાય ત્યારે કાગળ ઉપર બનેલા બિલની રકમ ક્રેડિટ સ્વરૂપે પરત મળે તેવી જોગવાઈને કારણે પાછળ વર્ષોમાં ભાવનગર, રાજકોટ, જામનગર અને મોરબીમાં મોટાપ્રમાણમાં આવા બોગસ બિલિંગ કાંડ પ્રકાશમાં આવે છે ત્યારે આ વખતે વધુ રૂપિયા 223 કરોડનો કાંડ સામે આવતા જીએસટીના અધિકારીઓ પણ હાલમાં ચોકી ગયા છે અને હાલ તુરત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા અનેકના તપેલા ચડી જવાના સંકેતો મળી રહ્યા છે.

- text