યુવતીના બિભિત્સ ફોટા-વિડીયો વાયરલ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત બે વિરુદ્ધ ગુન્હો દાખલ 

- text


મૂળ હળવદ પંથકની યુવતી સાથે મિત્રતા રાખનાર યુવાન તેમજ હળવદના વતની પોલીસ કોન્સ્ટેબલે કરી નાખ્યો કાંડ 

મોરબી : મૂળ હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવી મીઠી-મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી બિભિત્સ ફોટો તેમજ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી દગાબાજ પ્રેમી એવા યુવાન તેમજ હળવદના વતની પોલીસ કોન્સ્ટેબલે આ ફોટા વિડીયો વાયરલ કરી ધરાર ફ્રેન્ડશીપ ચાલુ રાખવા અન્યથા સમાજમાં બદનામ કરી દેવાની ધમકી અપાતા આ મામલે અંતે યુવતીએ હિંમત પૂર્વક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચરાડવાના રહેવાસી આરોપી સંદિપ વાસુદેવભાઇ હડીયલ અને હળવદમાં રહેતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એવા આરોપી હરેશભાઇ ઘનશ્યામભાઈ ચૌહાણ વિરુદ્ધ આઇપીસી કલમ 469, 507 તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ના કાયદાની કલમ 66 સી, ઇ, 67, 67-એ મુજબ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેણીને આરોપીઓ સાથે ફ્રેન્ડશીપ હોય આરોપીઓ સાથે શેર કરેલા ફોટા તેમજ વિડીયો કોલ સમયે આરોપીઓએ બિભિત્સ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ આ વાંધાજનક ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શેર કરી ભોગ બનનારની બહેનને મોકલી ધરાર ફરિયાદી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું સાથે જ જો ફ્રેન્ડશીપ નહીં રાખે તો સમાજમાં બદનામ કરી દેવા ધમકી આપી હતી.

વધુમાં હળવદ પંથકની યુવતી સાથે ફ્રેન્ડશીપના નામે થયેલ દગાબાજી મામલે હાલમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે અને એક આરોપી તો કાયદાના રક્ષક હોય અને કાયદાના જાણકાર હોવા છતાં યુવતીના બિભિત્સ ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ મામલે પોલીસ બેડામાં પણ ચકચાર જાગી છે.

- text