મોરબી તોલમાપ કચેરીના અધિકારીની પ્રમોશન સાથે બદલી થતા સન્માન કરાયું

- text


મોરબી : મોરબી તોલમાપ કચેરીના અધિકારીની પ્રમોશન સાથે બદલી થતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે ફરજ બજાવનાર સીનીયર નિરિક્ષક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી મોરબીના અનિરુધ્ધસિંહ ડી ઝાલાને પ્રમોશન આપી મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ ખુબજ મિલનસાર અને સરળ સ્વભાવના હતા અને ઓફીસ ખાતે ખુબજ મદદરૂપ થતા અને કોઈપણ માર્ગદર્શન જોઈતું હોઈ તો રજાના દિવસે પણ માર્ગદર્શન આપતા આથી તોલમાપ કચેરીએ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text