ભારે પવન અને વરસાદમાં સેગા ગ્રેનિટોના 350થી વધુ પતરા ઉડી જતા કિલનને નુકશાન

- text


એક સાથે 350થી વધુ પતરા ઉડી જતા ફેકટરીમાં શટડાઉન કરવું પડ્યું, તૈયાર માલને પણ વ્યાપક નુક્શાની

મોરબી : ગુરુવારે મધ્યરાત્રીએ મોરબીના નીચી માંડલ રોડ ઉપર મીની વાવાઝોડા જેવા ભારે પવન અને વરસાદને કારણે અનેક સિરામિક ફેકટરીઓના શેડના પતરા ઉડી જતા વ્યાપક નુકશાન થયું છે ત્યારે અહીં આવેલ સેગા ગ્રેનિટો ફેકટરીમાં કિલન ડિપાર્ટમેન્ટના એક સાથે 350થી વધુ પતરા ઉડી જતા વ્યાપક નુકશાની વચ્ચે ફેકટરીમાં શટડાઉન કરવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે તા.29જુનની મધ્યરાત્રીએ મોરબી – હળવદ રોડ ઉપરના નીચી માંડલ ગામ વિસ્તારમાં ફૂંકાયેલ મીની વાવાઝોડા જેવા ઝંઝાવાતી પવન અને વરસાદને કારણે અનેક સિરામિક ફેકટરીઓના પતરા ઉડી ગયા હતા જેમાં સેગા ગ્રેનિટો સિરામિક ફેકટરીમાં કિલન વિભાગના 350થી વધુ પતરા ઉડી જતા કિલન ઉપર પાણી પડતા તાત્કાલિક શટ ડાઉન કરવું પડ્યું હતું.

સેગા સિરામીકના રામજીભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદને કારણે 350થી વધુ પતરા ઉડી જતા કિલન ઉપર પાણી પડતા ફેકટરીમાં વ્યાપક નુકશાની પહોંચી છે સાથે જ તૈયાર ટાઇલ્સ અને માટીરીયલના બોક્સ ઉપર વરસાદી પાણી પડતા તૈયાર માલ બગડતા વધારાની નુકશાની સહન કરવી પડી છે, રામજીભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમની નજીકમાં જ આવેલી રામેસ્ટ સિરામિક ફેકટરીમાં પણ વાવાઝોડા જેવા તેજ પવનથી વ્યાપક નુકશાની પહોંચી હતી.

- text

- text