માળીયા – કચ્છ હાઇવે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : માળીયા પોલીસે કચ્છ – માળીયા હાઇવે ઉપર મકડીયા પીરની દરગાહ નજીક નદીના કાંઠેથી આરોપી સલીમભાઈ સુભાનભાઈ કટિયાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ 2800 લીટર આથો તેમજ 300 લીટર દેશી દારૂ સહિત 11,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીએ દારૂના આ ધંધામાં તૈયબ ઉર્ફે તૈબો ગુલમામદભાઈ માણેકની સંડોવણી કબુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text