મોરબીમાં પ્રબુદ્ધ નાગરિકનું સન્માન કરતા પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ 

- text


સરકીટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી

મોરબી : મોરબી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક અને વેપારી સંમેલનમાં હાજરી આપવા આવેલા પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ દ્વારા સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજવાની સાથે પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કર્યું હતું.

ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા મોરબી વિધાનસભા ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક અને વેપારી સંમેલનને સંબોધવાની સાથે મોરબી સરકીટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ તકે જીલ્લા પ્રમુખ અરજણભાઇ મકવાણા, મહામંત્રી રવીભાઇ ધુમલ, મહામંત્રી દીનેશભાઇ પરમાર, પ્રભારી તેમજ જીલ્લા ભાજપ મંત્રી રસીકભાઇ વોરા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેઠાભાઈ પારઘી અને મોરચાના સૌ આગેવાનો સાથે ચર્ચા કરી મોરબી જીલ્લા ના અનુસૂચિત જાતિ સમાજના પ્રબુદ્ધ નાગરિકો કે જેઓ સરકારના ઉચ્ચ હોદ્દા ઉપરથી નિવૃત થયા હોય એવા શિક્ષકો, ડોકટર,વકીલો, ઉદ્યોગકારો સંતો અને સમાજમાં જેમનું વિશેષ યોગદાન હોય એવા સામાજિક કાર્યકરોના નિવાસ ખાતે જઈ સતરેક જેટલા પ્રબુદ્ધ નાગરિકોનુ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે, સંત કુટીર કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુનુ પણ સન્માન કરી બાપુના આશીર્વાદ લેવાની સાથે નિર્વ્યસની સમાજ નીર્માણ માટે ચોટદાર વક્તવ્ય આપી આશ્રમના પ્રાંગણમાં વ્રુક્ષારોપણ કર્યું હતું તેમજ ડો. આંબેડકર કોલોની ખાતે સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પહાર અર્પણ કરી રાત્રે 9-00 વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિકો અને વેપારી સંમેલનમા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે ઉપસ્થિત રહી મુખ્ય વક્તા તરીકે પોતાનુ વક્તવ્ય આપ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમા નવ વર્ષમા થયેલા સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં દેશમાં થયેલા બદલાવો વિષે પોતાની આગવી શૈલીમાં સંબોધન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

- text