સંપર્ક સે સમર્થન : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સંપર્ક સે સમર્થન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારમાં સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અંતર્ગત અલ્પકાલિન વિસ્તારકો તેમજ બુથ પ્રમુખોની મિટીંગ તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના મોરબી શહેર મંડળ, મોરબી તાલુકા મંડળ, માળીયા તાલુકા મંડળ અને માળીયા શહેર મંડળના પ્રમુખ, મહામંત્રી અને તમામ હોદ્દોદારો તેમજ વિવિધ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી -માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે વેપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા મોરબીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી શહેરના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ, ડોક્ટર્સ, એડવોકેટસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ અને 50 જેટલી સેવાકીય સંસ્થાઓ જેવી કે મધુરમ ફાઉન્ડેશન, લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી પેપરમીલ એસો., મોરબી સિરામીક એસો., માનવ સેવા ટ્રસ્ટ, એકતા નારી સંમેલન, અસાયતા યુવા સંગઠન, ઈન્ડિયન લાયોનેસ ક્લબ, વાલ્મિકી સમૂહ લગ્ન સમિતિ, રાધાકૃષ્ણ મહિલા મંડળ, યુવા આર્મી ગ્રુપ, રંતીદેવ એજ્યુ. ચેરિટેબલ ટ્રસ્ટ, હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યા, લાયન્સ ક્લબ મોરબી, બ્રહ્મપુરી સોસાયટી, એકતા એ જ લક્ષ્ય સહિતના સંગઠનો જોડાયા હતા.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં મીશનરી ઓફ ચેરિટી, પ્રજાપતિ સમાજ સમૂહ લગ્ન સમિતિ, સત દેવીદાસ મંડળ, મોરબી વૈદ્ય સભા, સિનિયર સિટીઝન ક્લબ, પ્રેમ પરિવાર, યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ, યંગ ઈન્ડિયા ગ્રુપ, ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, સતવારા સહકાર સમૂહ લગ્ન સમિતિ, સિદ્ધનાથ ઓક્સિજન, ઉમા ટાઉનશિપ બ્લડ ડોનેશન, પંચમુખી હનુમાનજી, જલારામ પ્રાર્થના મંદિર, હરિહર અન્નક્ષેત્ર, મોરબી પાંજરાપોળ, સતવારા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ, સંજય કેટરર્સ, ફ્રી ટિફિન સેવા, અનસ્ટોપેબલ વોરીયર, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, માતૃશ્રી વિરબાઈ માનવ સેવા ગૌ સેવા, પરશુરામ ધામ, લાયન્સ ક્લબ ઓફ મોરબી, કંસારા યુવા ગ્રુપ, હીતમ ચેરિટેબલ ટ્રસ્ટ, વાત્સલ્ય એજ્યુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ, મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text