મોરબી જિલ્લા આપ કાર્યાલયનું ઈશુદાન ગઢવીના હસ્તે ઉદઘાટન 

- text


મોરબી : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીના હસ્તે મોરબી જીલ્લા કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા પ્રમુખ ગિરીશ પેથાપરા તેમજ ઉપપ્રમુખ તેમજ જિલ્લાના અન્ય તમામ હોદેદારો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત આજે ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મોરબી રેવન્યુ બારના ઉપપ્રમુખ ભાવિન પટેલ પોતાના મિત્રો તેમજ સંગઠન સાથે જોડાયા હતા. આ પ્રસંગે ઇશુદાનભાઈએ તમામ હોદેદારો સાથે આવનારી મોરબી નગર પાલીકાની ચૂંટણી વિશે પણ ચર્ચા કરી હતી.

- text

- text