ગાડી ચલાવતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો ને… યુવાનનું મૃત્યુ

- text


મોરબી : છેલ્લા થોડા સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખતરનાક હદે વધી રહ્યું છે અને લોકો હસતા, રમતા, વાતો કરતા પળવારમા જ અચાનક ગભરામણ અને છાતીમાં દુખાવા બાદ મૃત્યુ પામી રહ્યા છે તેવામાં મોરબીના યુવાનનું પણ ગાડી ચલાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વિશિપરામાં રમેશ કોટન મિલમાં રહેતા કરીમભાઈ ઇસ્માઇલભાઈ બાઇચા ઉ.39 ગાડી ચલાવીને આવતા હતા ત્યારે ગુજરાત ફ્લોર મિલ પાસે પહોંચતા અચાનક છાતીમાં ગભરામણ થવાની સાથે દુખાવો થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text