વાવાઝોડાને પગલે મોરબી એસટી બસના પૈડાં થંભાવી દેવાયા

- text


રાજકોટ રૂટ ઉપર માત્ર વાંકાનેરની ઇન્ટરસીટી ચાલુ : તમામ લોકલ રૂટ ગઈકાલે બંધ કરાયા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ

મોરબી : વાવાઝોડા બિપરજોયના ખતરાને પગલે મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ લોકલ રૂટ ગઈકાલે બંધ કર્યા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ કર્યા છે અને હાલ મોરબીથી માત્ર વાંકાનેર ડેપોની ઇન્ટરસીટી બસ જ રાજકોટ રૂટ ઉપર દોડાવાઈ રહી છે.

- text

મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાના જણાવ્યા મુજબ વાવાઝોડા બિપરજોયને કારણે મોરબી વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગઈકાલે તમામ લોકલ રૂટ બંધ કર્યા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબીથી રાજકોટ અને જામનગર વચ્ચે દોડતી લોકલ બસને પણ બંધ કરવામાં આવી છે. હાલમાં માત્રને માત્ર રાજકોટ – મોરબી વચ્ચે વાંકાનેર ડેપોની ઇન્ટરસીટી જ દોડાવવામાં આવી રહી છે જેમાં પણ અમુક રૂટને સ્થગિત કરાયા હોવાનું જાણવા મળે છે.

- text