મોરબીમાં જુનવાણી મકાનમાં રહેતા વૃદ્ધાને પોલીસે સમજાવીને સલામત સ્થળે ખસેડયા

- text


90 વર્ષીય વૃદ્ધા મકાન છોડીને જવા તૈયાર ન હોય પોલીસે મહામહેનતે સમજાવીને જોખમ ટાળ્યું

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટ પાસે આવેલું મકાન જોખમી બની જતા હાલ વાવઝોડામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એ જોખમી મકાનમાં રહેતા વૃદ્ધાને પોલીસે ખુરશીમાં બેસાડીને જાતે જ સલામત સ્થળે ખસેડયા હતા.90 વર્ષીય વૃદ્ધા મકાન છોડીને જવા તૈયાર ન હોય પોલીસે મહામહેનતે સમજાવીને જોખમ ટાળ્યું હતું.

મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટના ખૂણા પાસે આવેલ વર્ષો જૂનું મકાન જર્જરિત બની જતા તેની દીવાલ પડું પડુંની હાલતમાં હોવાથી હાલ વાવઝોડામાં ભારે પવનથી આ મકાનમાં અઘટિત ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા જર્જરિત દીવાલનો ભાગ પાડી નાખી હતી. આ વાવઝોડામાં રાત્રે મકાન પડે એવી શક્યતા હોય જેને પગલે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા સહિતની ટિમ તે મકાને દોડી ગઈ હતી. આ મકાનમાં રહેતા 90 વર્ષના વૃદ્ધા જે ચાલી શકવામાં પણ અસમર્થ હોય પોલીસે તેમને બીજે શિફ્ટ થઈ જવા સમજાવ્યા હતા.પણ આ વૃદ્ધાને મકાન પ્રત્યે લગાવ હોય મકાન છોડવા તૈયાર ન હોય પોલીસે જોખમી મકાનને લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વૃદ્ધાને યોગ્ય રીતે સમજાવી ખુરશીમાં બેસાડી પોલીસ સલામત સ્થળે લઈ ગઈ હતી અને પોલીસના પ્રયત્નોથી વૃદ્ધા પણ મકાન જોખમી હોવાથી બીજે ખસી જવા તૈયાર થતા પોલીસે તેમને ખુરશીમાં બેસાડી સલામત સ્થળે ખસેડયા હતા.

- text

- text