NEET- UGનું પરિણામ જાહેર 

- text


મોરબી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન માટે આયોજિત NEET- UG નું પરિણામ જાહેર કર્યું છે. 7 મેના રોજ લેવાયેલી આ પરીક્ષા કુલ 20,87,449 ઉમેદવારોએ આપી હતી.

NEET UG એટલે કે અંડરગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 7 મે, 2023 ના રોજ વિદેશના 14 શહેરો સહિત દેશના 499 શહેરોમાં સ્થિત 4,097 વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. નીટ યુજી પરીક્ષા આ વર્ષે 7મી મે 2023ના રોજ યોજાઈ હતી. પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી 4 જૂન-2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર 6 જૂન સુધી વાંધો ઉઠાવવાનો વિકલ્પ હતો. આન્સર કી ઓબ્જેક્શનના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.તમિલનાડુના પ્રબંજન જે અને આંધ્રપ્રદેશના બોરા વરુણ ચક્રવર્તીએ NEET પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે.

- text

NEET UG 2023નું પરિણામ આ રીતે જોઈ શકાશે

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ પરિણામ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

પગલું 4: પરિણામ જુઓ અને ડાઉનલોડ કરો.

- text