સાંસદ કુંડારીયા અને પૂર્વ રાજ્યમંત્રી મેરજાએ વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ સાથે મિટિંગ યોજી 

- text


મોરબી : મોરબી ઉપર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાનો ખતરો જોતા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનીષા ચાંદ્રાએ મોરબીમાં મુકામ કર્યો છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈને મળી વર્તમાન સ્થિતિ અંગે મુલાકાત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અરબી સમુદ્રમાં ઉદભવેલા વાવાઝોડા બીપરજોયને કારણે મોરબી સહિતના દરિયાકાંઠાના આઠ જિલ્લામાં ખાનાખરાબી સર્જાવાની દહેશતને પગલે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં પ્રભારી સચિવ તેમજ રાજ્યમંત્રીને મોકલ્યા છે, મોરબી જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિમાં આગોતરી તૈયારી અને માર્ગદર્શન માટે રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનીષા ચાંદ્રાને જવાબદારી સુપ્રત કરાઈ હોવાથી સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ બન્ને સાથે મિટિંગ યોજી હતી. નોંધનીય છે કે, વર્ષ 1998માં કંડલા વાવાઝોડા દરમિયાન સરકારમાં ફરજ દરમિયાન પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કરેલી કામગીરી અંગેની ચર્ચા પણ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

- text

- text