વાવાઝોડા સામે લડવા વીજતંત્ર સજ્જ : સૌરાષ્ટ્રમાં 11,000 કર્મચારીઓ સ્ટેન્ડબાય

- text


તોકતે વાવાઝોડાના અનુભવને જોતા સૌરાષ્ટ્ર-કચ્છમાં 70 હજાર વીજપોલનો સ્ટોક હાથવગો રખાયો 

મોરબી : સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની દહેશતને પગલે વીજતંત્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાવચેતીના ભાગરૂપે રાજકોટ, જામનગ૨, જુનાગઢ, અમરેલી, પોરબંદર, મોરબી, દ્વારકામાં 11 હજારથી વધુ કર્મચારીઓનો સ્ટાફને વીજતંત્ર દ્વારા સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.જેમાં 6000 લાઈનમેન, 1000 ઈજનેર અને 400 ગેંગમેનનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના 300 ફોલ્ટ સેન્ટરના મોનીટરીંગની જવાબદારી ક્લાસ વન અધિકારીઓને સોપવામાં આવી છે ઉપરાંત 70 હજાર વીજપોલનો સ્ટોક પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

- text

બિપરજોય વાવાઝોડાને પગલે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસ રાજકોટ દ્વારા વીજપોલ, ટ્રાન્સફોર્મર, વીજતાર સહિતની સાધન સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. કોઈ ફરિયાદ આવ્યે તુરંત જ સ્ટાફ્ન રીપેરીંગ અર્થે મોકલી દેવા સુચના આપવામાં આવી છે. અગમચેતી રૂપે મોરબીમાં 56 ટીમમાં 423થી વધુનો સ્ટાફ, 105 વાહનો, 5400 જેટલા વીજપોલ અને 2200 જેટલા ટીસી રેડી રાખવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 6000 લાઈનમેન, 1000 ઈજનેર અને 400 ગેંગમેનને સ્ટેન્ડબાય રાખી સૌરાષ્ટ્ર-કચ્છના 300 ફોલ્ટ સેન્ટરના મોનીટરીંગની જવાબદારી ક્લાસ વન અધિકારીઓને સોપવામાં આવી છે સાથે જ અગાઉ તોકતે વાવાઝોડાના અનુભવને જોતા 70 હજાર જેટલા થાંભલા પણ હાથવગા રખાયા હોવાનું જાણવા મળે છે.

- text