વાવઝોડાની સ્થિતિમાં મોરબીના લોકોને ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ 

- text


જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોને કેવા પગલાં લેવા જોઈએ તે અંગે સંદેશ આપ્યો

મોરબી : મોરબી ઉપર વાવઝોડાની આફત આવી રહી હોય ત્યારે રાહત અને બચાવ માટે તમામ અધિકારીઓ સાથેનું તંત્ર અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટિમ ખડેપગે છે. હાલ તેજ પવન ફૂંકાય રહ્યો હોવાથી તંત્ર એલર્ટ મોડ ઉપર છે ત્યારે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોને કેવા પગલાં લેવા જોઈએ તેનો સંદેશ આપી વાવઝોડાની સ્થિતિમાં મોરબીના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ ઓડિયો સંદેશ થકી જણાવ્યું હતું કે, બીપોરજોય વાવઝોડું આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે ટકરાવાનું છે એવી હવામાન વિભાગની સૂચના આવી છે. ત્યારે તા.14, 15 અને 16 ના દિવસો કઠિન ભર્યા રહેશે.વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોએ બચવા માટે સ્વંય કેવા પગલાં લેવા જોઈએ તે સંદર્ભમાં કહ્યું હતું કે, વાવઝોડાની ચેતવણી આવી ત્યારથી તમામ જોખમી સ્થળોએ રહેતા લોકોએ ત્યાંથી હટીને સલામત સ્થળે ખસી જવું જોઈએ. આવા લોકોએ શાંતિથી કોઈ ગભરાહટ વગર પોતાના ઢોર ઢાંખર અને માલ સમાન સાથે તંત્રએ સુચવેલી જગ્યાએ જતું રહેવું જોઈએ. આશ્રયસ્થાનો પર બધી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- text

વધુમાં જિલ્લા કલેકટરે જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે, વાવઝોડાને પહોંચી વળવા તંત્ર બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે અને રાહત અને બચાવ માટે આગોતરું આયોજન કરી ચૂક્યું છે. લોકોએ વાવઝોડું આવે ત્યારે ઘરના બારી બારણાં બંધ કરી શાળામાં રજા હોય એટલે બાળકોને ઘરમાં રાખી ઘરની બહાર ન નીકળવું જોઈએ તેમજ બહારની કોઈપણ મુસાફરી ટાળવી જોઈએ, બારી બારણાં બંધ કરવા લાકડા બ્લડ ગ્રુપ સહિતની વ્યવસ્થાઓ પણ કરી લેવી જોઈએ. ઘરના સભ્યો બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને માછીમારીને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયામાં રહેલી બધી હોડીએ પરત આવી ગઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ લોકોએ અફવામાં ન દોરાઈને શાંતિ રાખવી જોઈએ તેવી અપીલ કરી છે.

- text