એસટી બસ ચાલુ રાખવી કે બંધ કરવી, કાલે મંગળવારે નિર્ણય લેવાશે : ડેપો મેનેજર 

- text


કોસ્ટલ એરિયામાં એસટી નાઈટ હોલ્ટ નહિ કરે : હજુ સુધી એસટીના એકપણ રૂટ કેન્સલ નહિ

મોરબી : મોરબી જિલ્લામાં બિપરજોય વાવઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હોય પણ હજુ સુધી વાવઝોડાને કારણે એસટીના નિત્યક્રમને કોઈ અસર પહોંચી નથી. પણ સાવેચતીના ભાગરૂપે વાવઝોડાના અસરગ્રસ્ત માળીયાના વિસ્તારમાં એસટીનો નાઈટ હોલ્ટ રદ કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી એસટીના એકપણ રૂટ કેન્સલ નહિ, આવતીકાલે પરિસ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવાશે તેવું ડેપો મેનેજરે જણાવ્યું છે.

- text

મોરબીમાં વાવઝોડાની અસરરૂપે તેજ પવન કુકાય રહ્યો હોય ક્યાંક ધીમીધારે વરસાદ પડતો હોવાના અહેવાલ વચ્ચે આ વાવઝોડાની મોરબી એસટીને કોઈ અસર પહોંચી છે કે કેમ તે અંગે એસટી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યું હતું કે, એસટીને વાવઝોડાને લઈને કોઈ અસર પહોંચી નથી. રાબેતા મુજબ રૂટ ચાલે છે.પણ સાવચેતીને લઈને કોસ્ટલ એરિયા જાજસર, વવાણીયા સહિતના અસરગ્રસ્ત વિસ્તારમાં એસટીનો આજથી જ નાઈટ હોલ્ટ કરશે નહીં. આજે જ આ બસો તે વિસ્તારમાં જઈને મુસાફરોને ઉતારીને પરત આવી જશે. બીજા એકપણ રૂટ કેન્સલ કરવામાં આવ્યા નથી. એસટીના બધા જ રૂટ રાબેતા મુજબ ચાલુ છે. આ ઉપરાંત એસટી ડેપોમાં જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેસીબી ક્રેઇન સહિતની વ્યવસ્થા કરવામાં આવશે અત્યારે તો રાબેતા મુજબ રૂટ ચાલે છે. આવતીકાલે પરિસ્થિતિ બદલાશે તો એ મુજબ નિર્ણય લેવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.

- text