મોરબી સર્કલમાં PGVCLની 56 ટિમો સ્ટેન્ડ બાય

- text


તમામ ડિવિઝન કચેરી વાઇઝ વીજ પોલ તેમજ મટિરિયલ્સનો સ્ટોક રાખી દેવાયો 

મોરબી : વાવાઝોડાને પગલે મોરબી સર્કલ હેઠળના ડિવિઝનોમાં PGVCLની 56 ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે તમામ ડિવિઝન કચેરી વાઇઝ વીજ પોલ તેમજ મટિરિયલ્સનો સ્ટોક રાખી દેવાયો છે.

મોરબી જિલ્લામાં આગામી તા.14 અને 15ના રોજ વાવાઝોડાની અસરને પગલે ભારે પવન અને વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. જેને પગલે વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત થાય તે માટે PGVCL દ્વારા સર્કલ હેઠળ કુલ 56 ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં 423 કર્મચારીઓ ફરજ ઉપર લેવામાં આવ્યા છે.

- text

PGVCL વિભાગની ટિમો જોઈએ તો મોરબી -1 ડિવિઝનમાં 20 કર્મચારી સાથેની 5 ટિમ, મોરબી -2 ડિવિઝનમાં 24 કર્મચારી સાથેની 6 ટિમ, હળવદ ડિવિઝનમાં 16 કર્મચારી સાથેની 4 ટિમ, વાંકાનેર ડિવિઝનમાં 12 કર્મચારી સાથેની 3 ટિમ મળી કુલ 72 કર્મચારીઓ સાથેની 18 ટિમો સજ્જ છે. આ સાથે 51 બોલેરો અને 3 ટ્રક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

જ્યારે કોન્ટ્રાકટરોની ટિમ જોઈએ તો મોરબી -1 ડિવિઝનમા 69 કર્મચારી સાથેની 8 ટિમ, મોરબી -2 ડિવિઝનમાં 119 કર્મચારી સાથેની 13 ટિમ, હળવદ ડિવિઝનમાં 113 કર્મચારી સાથેની 12 ટિમ, વાંકાનેર ડિવિઝનમાં 50 કર્મચારી સાથેની 5 ટિમ મળી કુલ 361 કર્મચારી સાથેની 38 ટિમ સ્ટેન્ડ બાય છે. ઉપરાંત 19 બોલરો અને 19 ટ્રેકટર તેમજ અન્ય 13 વાહન સજ્જ રાખવામાં આવ્યા છે.

- text