મોરબીના વાવડી ગામે 12 જૂને ભદ્રકાળી માતાજીનો ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબીઃ મોરબીના વાવડી ગામે કબીર આશ્રમની સામે ભદ્રકાળી માતાજીના ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વાવડી ગામે આગામી તારીખ 12 જૂન ને સોમવારના રોજ રાત્રે 10 કલાકે રાણપરા પરિવાર દ્વારા ભદ્રકાળી માતાજીના ડાક ડમર કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સાંજે 7-30 કલાકે ભોજન સમારંભ યોજાશે. ડાક ડમર કાર્યક્રમમાં મોટી મેંગણીના કાથળભાઈ રાવળદેવ અને મિલનભાઈ રાવળદેવ ઉપસ્થિત રહેશે. તો આ પ્રસંગે માતાજીના બાનાધારી તથા ભુવા અને ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text