મોરબીમાં પોલીસને જોઈ બુગલેગરે કાર રેઢી મૂકી મુઠ્ઠીઓ વાળી

- text


ધરમપુર ગામના પાટીયા પાસેનો બનાવ : તાલુકા પોલીસે ૧૨૦ બોટલ દારૂ મળી ૩.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

મોરબી : મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીક આગળ પોલીસ ચેકીંગ જોઈને નાસી છૂટેલા વ્યક્તિની રેઢી પડેલી બલેનો કારમાંથી ઇગ્લીંશ દારૂની ૧૨૦ બોટલનો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, ધરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે. જે જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજી.નં. GJ-36-IC-0948માંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, રઘુવિરસિંહ પરમાર પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text