મોરબી નોટરી એસોસિએશનના પ્રમુખ પદે પ્રથમ વખત મહિલાની વરણી

- text


મોરબી : મોરબી નોટરી એસોસિએશનમાં પ્રથમ વખત પ્રમુખ તરીકે મહિલા નોટરીની વરણી કરવામાં આવી છે.

મોરબી નોટરી એસોસિએશનના નવા હોદેદારોની નિમણૂક કરવા માટે અગત્યની મીટીંગ યોજાઈ હતી. જેમાં તમામ નોટરીઓની હાજરીમાં સર્વાનુમતે મોરબી નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે કમળાબેન મૂછડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વૈજંતીબેન વાઘેલા, સેક્રેટરી ખુશ્બૂબેન કોઠારીની વરણી કરવામાં આવી હતી. મોરબી નોટરી એસોસિએશનમાં પ્રમુખ તરીકે પ્રથમ વખત કમળાબેન મૂછડિયાની બિનહરીફ વરણી કરતા તેમને ઠેરઠેરથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text