તંત્ર ક્યારે જાગશે ? લાતીપ્લોટમાં ગટર ઉભરવાની કાયમી જંજાળ

- text


લાતીપ્લોટ શેરી નંબર-6 અને લાતીપ્લોટ શેરી નંબર -5/6ના મેઈન રોડ ઉપર ઉભરાતી ગટરથી વેપારીઓ તોબા પોકારી ગયા, ગટરની સમસ્યા હલ કરવા વેપારીઓની ફરી એકવાર નગરપાલિકાને રજુઆત

મોરબી : મોરબી નગરપાલિકાના કમાઉ દીકરા ગણાતા લાતીપ્લોટને તંત્ર દ્વારા કાયમી ઓરમાર્યું વર્તન દાખવી પ્રથમીમ સુવિધાથી વંચિત રાખવામાં આવતા હોવાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે લાતીપ્લોટ છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરવાની કાયમી જંજાળ છે. લાતીપ્લોટની પહેલેથી પરિસ્થિતિ ખરાબ હોય એમ હવે ગટર ઉભરવાની સમસ્યાએ આડો આંક વાળી દેતા લઘુ ઉધોગકારો અને વેપારીઓ રીતસર આફતમાં મુકાય ગયા છે. ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોય એ સમસ્યા ઉકેલવા માટે ફરી એકવાર નગરપાલિકાને રજુઆત કરવામાં આવી છે.

લાતીપ્લોટ શેરી નંબર-6 અને લાતીપ્લોટ શેરી નંબર -5/6ના મેઈન રોડના વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, લાતીપ્લોટ શેરી નંબર -5/6ના મેઈન રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણુ તૂટી ગયું છે. આથી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાઈને તલાવડા ભરાય છે. આ રોડ ઉપર ગટરના પાણી રેલમછેલ થતા વગર વરસાદે ચોમાસા જેવી હાલત થઈ ગઈ છે.ભૂગર્ભ ગટરનું ઢાંકણુ તૂટી જવાથી ગટર વારંવાર ઉભરાતી હોય લોકોને અને વેપારીઓને હદ બહારની ગંદકી સહન કરવી પડે છે અને ગંદા પાણીમાં ચાલવાની નોબત આવે છે. આ ગટરના પાણીથી ધંધાને પણ અસર થાય છે. આ ઉપરાંત લાતીપ્લોટ શેરી નંબર-6માં આવેલ ભૂગર્ભ ગટર ખુલ્લી હોવાથી સતત ઉભરાય છે અને ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળે છે. તેથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. જો કે લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. તેમાંય હવે ગટરની સમસ્યા ગંભીર બની છે. તેથી લઘુ ઉધોગકારો અને વેપારીઓને વેપાર ધંધા પર માંઠી અસર સર્જાય છે. આથી નગરપાલિકા વહેલીતકે આ ગટરની સમસ્યાનું નિવારણ લાવે તેવી માંગ કરી છે.

- text

- text