રૂ. 2000ની નોટ નહિ સ્વિકારનાર વિરુદ્ધ રાજદ્રોહનો ગુન્હો દાખલ કરો

- text


મોરબી શહેર – જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત

મોરબી : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા 2000ની ચલણી નોટ ચલણમાંથી પરત ખેંચાવની જાહેરાત કરી 2000ની નોટ 30મી સપ્ટેમ્બર 2023 સુધી ચલણમાં અમલમાં રાખી હોવા છતાં કેટલાક પેટ્રોલપંપ કે ફાયનાન્સ કંપનીઓ રૂપિયા 2 હજારની નોટ સ્વીકારતી ન હોય આ ગંભીર બાબતે મોરબી શહેર – જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી 2000ની નોટ નહીં સ્વીકારનાર વિરુદ્ધ રાજદ્રોહનો ગુન્હો નોંધવા રજુઆત કરી છે.

- text

મોરબી શહેર – જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મેહતા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા 2000ની ચલણી નોટ ચલણમાંથી પરત ખેંચાવની જાહેરાત કરી 2000ની નોટ 30મી સપ્ટેમ્બર 2023 સુધી ચલણમાં અમલમાં રાખી હોવા છતાં મોરબી જિલ્લામાં કેટલાક પેટ્રોલપંપ ધારકો અને ફાયનાન્સ કંપનીઓ રૂપિયા 2 હજારની નોટ ચલણમાં હોવા છતાં પણ સ્વીકારતા નથી આ સંજોગોમાં રૂપિયા 2 હજારની નોટ નહીં સ્વીકારનાર તત્વો વિરુદ્ધ રાજદ્રોહ હેઠળ ગુન્હો નોંધવા માંગ કરી હતી.

- text