ડ્રાઈવીંગ લાયસન્સના બહાને વીમાકંપની વીમો ચુકવવાની ના ન પાડી શકે

- text


મોરબીના ખેડૂત પરિવારને વીમા કંપનીના અન્યાય સામે ન્યાય અપાવતી ગ્રાહક સુરક્ષા કોર્ટ

મોરબી : વીમો ઉતારવા સમયે ગ્રાહકોને આંબા આંબલી બતાવતી વીમા કંપનીઓ જયારે વીમો ચૂકવવાનો સમય આવે ત્યારે અનેકાનેક બહાના કાઢતી હોય છે ત્યારે આવ જ એક કિસ્સામાં મોરબીના ગોરખીજડીયા સહકારી મંડળીના સભ્યનો વીમો ઉતારનાર ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ ડ્રાઈવીંગ લાયસન્સના બહાને ખેડૂતનો વીમો નકારતા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા હાઇકોર્ટમાં લડત આપી ખેડૂતના હિતમાં જીત મેળવી હતી.

મોરબી તાલુકાના ગોરખીજડીયાના વતની દેવુબેન હમીરભાઇ કડોતરાના પતિનુ અકસ્માતે મૃત્યુ થતાં તેનો વીમો સહકારી મંડળી દ્વારા ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીનો હતો. કંપનીએ ડ્રાઇવીંગ લાયસન્સના બહાના હેઠળ વીમો ચુકવવાની ના પાડતાં દેવુબેન મોરબી શહેર, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કીશનમાં કેઈસ દાખલ કરેલ અને તે બન્ને કેસમાં રૂપિયા દશ લાખ ૯ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ હતો.

- text

પરંતુ ચૌલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીએ આ રકમ ચુકવેલ નહી અને ગ્રાહક અદાલત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ પરંતુ નામદાર કોર્ટ વીમા કંપનીની અપીલ કાઢી નાખી અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને જે ફેસલો આપેલ તે માન્ય રાખેલ અને દશ લાખ રૂપિયા ૯ ટકા ના વ્યાજ સાથે તા.૧૬/૧૦/૧૯ થી ખર્ચ સાથે ચુકવવાનો આદેશ આપેલ છે વીમા કે કંપનીઓ વીમા માટે સહકારી મંડળી પાસે દોડા દોડી કરે છે પરંતુ જયારે ચુકવવાનો વારો આવે ત્યારે હાથ ઉંચા કરી નાખે છે. સહકારી મંડળી અને રાજકોટ સહકારી બેંક પણ હવે વિચાર કરવો જોઇયે કે ખેડૂત ને વીમા કંપની તરફથી ન્યાયનો મળતો હોયતો વિચારવા જેવી વાત છે.

- text