મોરબીમાં જોખમી રીતે સ્કૂલ બસ ચલાવનાર બસ ચાલકને ત્રણ વર્ષની કેદ

- text


નીલકંઠ વિદ્યાલયની સ્કૂલ બસ કોઝવેમા પાણી ભરેલું હોવા છતાં જોખમ લેવા બદલ સજા

મોરબી : મોરબીમાં ચોમાસામાં કોઝવેમાં પાણી ભરેલું હોવા છતાં સ્કૂલ બસને પાણીમાં ઉતારી 30 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકનાર સ્કૂલ બસના ચાલકને નામદાર મોરબી કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીની નીલકંઠ વિદ્યાલયની સ્કૂલ બસના ડ્રાઇવર લાખાભાઈ રામાભાઈ બોરીચાએ રહે.દેવગઢ, તાલુકો માળીયા વાળાએ વર્ષ 2017ના જુલાઈ માસમાં કુતાસી રાજપર નજીક કોઝવેમાં પાણી ભરેલું હોવા છતાં જોખમી રીતે બસ કોઝવેમાં ઉતારી નીલકંઠ સ્કૂલના 30 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકતા બસ પાણીમાં નમી જતા બાળકોના જીવ માંડ માંડ બચવા પામ્યા હતા.

- text

આ ગંભીર બનાવ મામલે માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જે અંગેનો કેસ ચાલી જતા નામદાર મોરબી કોર્ટ દ્વારા આરોપી બસ ડ્રાઇવર લાખાભાઈ રામાભાઈ બોરીચાને કાસુરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા સંભળાવતો હુકમ કર્યો હતો.સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે રોકાયા હતા.

- text