યુવતીને ગાયે હડફેટે લીધી અને કેસ થયો કૂતરા માલિક વિરુદ્ધ

- text


રાજકોટમાં કૂતરું ભસતા મોડેલ યુવતીને ગાયે હડફેટે લેતા ઈજાઓ પહોંચ્યા બાદ કુતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી : રોડ ઉપર પોતાનું મોટર સાયકલ લઈને પસાર થઈ રહેલી યુવતીને કૂતરું ભસતા ભડકેલી ગાય એ હડફેટે લેવાના એક કિસ્સામાં બે યુવતીઓ ઘાયલ થતા કૂતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરના ત્રાસ વચ્ચે અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં બનેલ આ કિસ્સો કુતરા પાળવાના શોખીનો માટે લાલબત્તી સમાન છે..

ખબર છે ના અહેવાલ મુજબ રાજકોટમાં રહેતી ઝીલ મુન્દ્રા (19) વ્યવસાયે મોડલ છે. ઝીલે પાલતુ કુતરાના માલિક ભરત કાનગડ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે. પોલીસે ઝીલની ફરિયાદ પરથી ભરત કાનગડ સામે ગુનો નોંધ્યો છે. જેમાં કૂતરાના માલિકને સમગ્ર ઘટના માટે આરોપી બનાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કૂતરાના ભસવાના કારણે ગાય ડરીને ભડકી હતી. અને બંને મહિલાઓ ગાયની અડફટે આવી ગઈ. આ ઘટનામાં મોડલ ઝીલના ચહેરા પર પણ ઈજા થઈ હતી. આ ઘટનામાં ફરિયાદી ઝીલની મિત્ર સાઈનાને પણ ઈજા થઈ હતી.

ઝીલ નામની મહિલાએ કુતરાના માલિક કાનગડ પર સાવચેતી લીધા વિના કેવડાવાડી મુખ્ય માર્ગ નજીક તેના પાલતુ કૂતરાને છોડી દેવાનો આરોપ મૂક્યો હતો. ઝીલ તેની મિત્ર સાયના સાથે ટુ-વ્હીલર પર ગુંદાવાડી તરફ જઈ રહી હતી ત્યારે એક રખડતી ગાયે કૂતરાના ભસવા પર ઝડપથી પ્રતિક્રિયા આપી, અને તે ભડકી હતી. ત્યારબાદ તે ઉછાળીને ફરિયાદીના વાહન સાથે અથડાતાં ફરિયાદી વાહનમાંથી દૂર ફેંકાઈ ગઈ હતી અને નજીકના પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે તેના કપાળ, મોં અને પેઢામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ગાડીની પાછળ બેઠેલી તેની સહેલીને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી.

- text

હાલમાં ઝીલ મુન્દ્રાની ફરિયાદના આધારે પોલીસે કૂતરાના માલિક ભરત કાનગડ સામે IPC 289 હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ફરિયાદીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, કૂતરાના માલિકની બેદરકારીના કારણે પોતાને ગંભીર ઈજાઓ થઈ છે. ચહેરા પર ગંભીર ઇજાઓને કારણે મોડલને બોલવામાં પણ તકલીફ પડે છે. રાજકોટમાં 13 મેના રોજ બનેલી ઘટનામાં પોલીસ હવે કૂતરા માલિક સામે કાર્યવાહી કરતા આ બનાવ ચર્ચાસ્પદ બન્યો છે.

- text